CCE Mains (60 Day Master Plan): પ્રથમ પ્રયત્ને પરીક્ષા કેવી રીતે પાસ કરવી?
નમસ્કાર મિત્રો! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવતી CCE (Combined Competitive Examination) Mains એ કોઈ સામાન્ય MCQ પરીક્ષા નથી. આ પરીક્ષામાં તમારું નોલેજ નહિ, પરંતુ તમારી લખવાની કળા (Answer Writing Skill) ચેક થાય છે.
ઘણા વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ (Prelims) તો પાસ કરી લે છે, પરંતુ મુખ્ય પરીક્ષાના વર્ણનાત્મક પેપરમાં સમય ખૂટવાથી કે શું લખવું તે ખબર ન હોવાથી પાછળ રહી જાય છે. ચાલો જાણીએ આ 3 પેપરમાં વધુ માર્ક્સ કેવી રીતે લાવવા:
૧. ગુજરાતી અને અંગ્રેજી (Descriptive)
ભાષાના પેપરમાં વ્યાકરણ (Grammar) અને ફોર્મેટ (Format) ના સીધા માર્ક્સ હોય છે. પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ કે નિબંધમાં જો તમારું ફોર્મેટ સાચું હશે, તો 50% માર્ક્સ સીધા મળી જશે.
- દરેક ફોર્મેટ (જેમ કે પ્રેસનોટ, ચર્ચાપત્ર) નું એક ચોક્કસ માળખું ગોખી લેવું.
- નિબંધમાં હંમેશા કરંટ અફેર્સ (Current Affairs) ના ડેટા અને આંકડાઓ ટાંકવા.
- વિચાર વિસ્તારમાં 3 ફકરા પાડવા: અર્થ, સમજૂતી અને નિષ્કર્ષ.
૨. સામાન્ય અભ્યાસ (General Studies)
GS ના પેપરમાં ઇતિહાસ, બંધારણ, ભૂગોળ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા વિષયો આવે છે. અહી લાંબા લાંબા નિબંધ લખવા કરતા પોઇન્ટ્સમાં (Bullet points) જવાબ લખવો વધુ હિતાવહ છે.
૩. રોજ 1 મોડેલ પેપર લખવાની પ્રેક્ટિસ
CCE Mains માં સૌથી મોટો દુશ્મન છે સમય. જો તમે ઘરે બેસીને ૩ કલાક પેપર લખવાની પ્રેક્ટિસ નહિ કરી હોય, તો પરીક્ષા ખંડમાં 100% પેપર છૂટી જશે. રોજ ઓછામાં ઓછો 1 મોડેલ પ્રશ્ન અને તેનો જવાબ જાતે લખો અને આદર્શ જવાબ (Model Answer) સાથે સરખાવો.
🚀 CCE Mains 60-Day Planner મેળવો
રોજ શું વાંચવું અને શું લખવું તેની ચિંતા છોડી દો. અમારો 60 દિવસનો ડેઇલી સ્ટડી પ્લાન અને મોડેલ આન્સર પેપર્સ આજે જ ડાઉનલોડ કરો.
60-Day Planner ડાઉનલોડ કરો